ઘરમાંથી મચ્છરોને દૂર કરવા માટે અસરકારક ઘરગથ્થુ ઉપચાર અપનાવો


By Smith Taral09, Apr 2024 10:40 AMgujaratijagran.com

ઉનાળાનું આગમન થઈ ગયું છે, તેવામાં મચ્છરોના ઉપદ્રવના લીધે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવે છે. કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી મચ્છરોને ભગાડી શકાય છે.

તુલસીનો છોડ

તુલસીનો છોડથી પણ મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવી શકાય છે. તુલસીના પાન મચ્છરોને દૂર રાખે છે.

લવિંગ તેલ

લવિંગના તેલથી પણ મચ્છરો દૂર ભાગે છે તમે તેને રૂમની આસપાસ મુકી રાખી શકો છો.

લીમડાની પેસ્ટ

લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવો અને તેને ઘરની આસપાસ લગાવો. આનાથી મચ્છરો દૂર ભાગશે

મચ્છર અગરબત્તીઓ

મચ્છર અગરબત્તીઓ ઉપયોગ કરો, રાત્રે મચ્છર અગરબત્તીઓ પ્રગટાવીને સુવો આનાથી મચ્છરો દૂર રહેશે અને ઘર મચ્છર મુક્ત રહેશે.

લીંબુ તેલ

રાત્રે શરીર પર લીંબુનું તેલ લગાવીને સુવાથી મચ્છરોને દૂર ભગાડી શકાય છે

બગલની દુર્ગંધથી છુટકારો મેળવવા આ કેટલાક ઉપાયો અજમાવો