ગરમીમાં બગલમાંથી આવતી દુર્ગંધ એ એક સામાન્ય સમસ્યા છે આનાથી આપણને આસપાસના લોકોને અનકમ્ફર્ટેબલ લાગે છે. આ સ્ટોરીમાં આપણે કેટલાક ઘરેલું ઉપાય જાણીશું જે તમને આ તકલીફથી છુટકારો અપાવશે
દિવસમાં ઓછામાં ઓછું એકવાર સ્નાન કરો. સ્નાન કર્યા પછી બગલને ટોવલથી સારી સુકવી લો
અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં થોડું મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને તેનાથી સ્નાન કરો. આ તમારી બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરશે.
પાણી અને વિનેગરને વાટકીમાં મિક્સ કરી તેને રોજ બગલ પર લગાવો. વિનેગર બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરે છે.
લીમડાના પાનને પીસી તેની એક પેસ્ટ બનાવી લો અને તેને બગલ પર લગાવો. લીમડો ખરાબ ગંધને દૂર કરવામાં સારુ માનવામાં આવે છે
દહીંમાં હળદર મેળવી તેની પેસ્ટ બનાવી બગલ પર લગાવી લો. તેનાથી ગંધ ઓછી થઈ શકે છે.
તમે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને બગલ પર લગાવશો તો તેનાથી પણ દુર્ગંધને ઓછી કરી શકાય છે.
પૂરતી ઊંઘ પણ શરીર માટે જરુર છે, જો તમારા શરીરમાં પૂરતો આરામ ન હોય તો તેનાથી દુર્ગંધ વધી શકે છે.
આ ઘરગથ્થુ ઉપાયોને નિયમિત રીતે અપનાવીને તમે તમારી બગલની દુર્ગંધને દૂર કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો, આવા વધું સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ