ઘણા લોકોને ફોર-વ્હીલર, બસ, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઉલ્ટી ઉબકાની સમસ્યા રહેતી હોય છે, અને તે મુસાફરીનો આનંદ ખરાબ કરી દે છે. આજે આપણે આ સમસ્યાના નિવારવા માટે 6 ઘરેલું ઉપાયો વિશે જાણીશું
જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે વરિયાળી સાથે રાખો અને વરિયાળી ખાધા પછી ઘરની બહાર નીકળો. આ ખાવાથી તમને ઉલ્ટી જેવી સમસ્યામા રાહત આપશે.
એક કપ ગરમ પાણીમાં અડધુ લીંબુ નિચોવીને તેમાં ચપટી કાળા મરીનો પાવડર નાખી તેને બોટલમાં ભરી લો અને મુસાફરી દરમિયાન સાથે રાખો અથવા આ ડ્રીન્ક પીને નીકળો
તમે ઘરની બહાર નીકળ્યા પહેલા ફુદીના કે આદુની ચા પણ બનાવીને પી શકો છો. આ તમને રસ્તામાં ઉલટી થવાથી પણ બચાવશે.
લીંબુ પાણી સાથે રાખો, જ્યારે પણ તમને ઉલ્ટી જેવું લાગે ત્યારે તરત જ લીંબુ ચાટી લો અથવા લીંબુવાળું પાણી પીવો
ઘરની બહાર નીકળતા પહેલા એક કપ પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને ગાર્ગલ કરો. તેનાથી ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છે.
જીરાને પીસીને પાવડર બનાવી તેને એક કપ પાણીમાં મિક્સ કરો અને પ્રવાસ પર જતા પહેલા પી લો, આ પણ તમને ઉલ્ટી જેવી સમસ્યામાં રાહત આપશે.