વરસાદી મોસમમાં ઘરમાં વિવિધ પ્રકારના જીવજંતુઓ આવી જતા હોય છે. આમાંથી એક કાનખજૂરો છે, જે બાથરૂમમાં ભેજને કારણે દરરોજ બહાર આવતા હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઉપાયો જાણી લો.
ચૂનાની મદદથી કાનખજૂરાને દૂર કરી શકાય છે, આ માટે થોડા પાણીમાં ચૂનો મિક્સ કરી આ સોલ્યુશનને સ્પ્રે બોટલમાં ભરીને બાથરૂમની ગટરની આસપાસ સ્પ્રે કરો.
બાથરૂમના ડ્રેનેજ હોલ પર મીઠું છાંટો, કારણ કે કાનખજૂરો મીઠાને અડશે તો તેને બળતરા થશે અને તે બાથરૂમમાં આવશે નહીં.
એક વાટકીમાં તેલ લઈને તેને બાથરૂમની ગટરની આસપાસ રાખો. તેની તીવ્ર ગંધથી કાનખજૂરો બાથરૂમમાં આવતો નથી.
બાથરૂમમાંથી કાનખજૂરાને દૂર કરવા માટે સફેદ વિનેગરની મદદ લઈ શકો છો. તેને ડેટોલ સાથે મિક્સ કરીને ગટરની આસપાસ રેડો.
કાનખજૂરાને બાથરૂમથી દૂર રાખવા માટે આ અસરકારક ઉપાય ઘરે બનાવી શકો છો. તમે મીઠું, સફેદ વિનેગર, પાણી અને ડેટોલની જરૂર પડશે.
આ બધી વસ્તુઓને પાણીમાં નાખીને મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને ગટરમાં અને બાથરૂમની ચારે બાજુ છંટકાવ કરો.
અડધા લિટર પાણીમાં 3 ચમચી એમોનિયા પાવડર નાખી બંનેને મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને તેને બાથરૂમની ચારે બાજુ સ્પ્રે કરો.
આ યુક્તિ વડે તમે બાથરૂમમાં આવતા કાનખજૂરાથી છુટકારો મેળવી શકો છો. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.