Hair Growth Tips: લાંબા વાળ કરવા માટેની ટિપ્સ એન્ડ ટ્રીક્સ


By Vanraj Dabhi26, Aug 2024 12:54 PMgujaratijagran.com

હેર કેર

વાળ લાંબા કરવા અને વાળ ખરતા અટકાવવા માટે શું કરવું જોઈએ તે દરેક મહિલાને પ્રશ્ન થતો હોય છે, ચાલો જાણીએ.

આહારમાં ફેરફારો કરો

વાળ મુખ્યત્વે કેરાટિનથી બનેલા હોય છે,તેથી તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે ઈંડા, માછલી, માંસ અને કઠોળને આહારમાં સામેલ કરી શકો છો.

માથાની ખોપરી ઉપર મસાજ

વાળના ફોલિકલ્સમાં લોહીના પ્રવાહને ઉત્તેજીત કરવા માટે રોજ 10 મિનિટ માટે તમારા માથામાં તેલ લગાવીને ત્વચાને હળવા હાથે માલિશ કરો.

મોટા દાંત વાળો દાંતીયો વાપરો

તમારા વાળને બન કરવા માટે પહોળા દાંતવાળા કાંસકોનો ઉપયોગ કરો.

વાળ ટ્રિમ કરો

વારંવાર સ્ટાઇલ કરવાથી વાળ તૂટવા લાગે છે અને પાતળા થઈ જાય છે. તેથી દર 6-8 અઠવાડિયામાં તમારા વાળને ટ્રિમ કરો.

ડીપ કન્ડીશનીંગ કરો

તમારા વાળને પોષણ આપવા અને હાઇડ્રેટ કરવા માટે, અઠવાડિયામાં એકવાર ડીપ કન્ડીશનીંગ માસ્ક લગાવો.

ડુંગળીનો રસ અને કાળા તલ

સલ્ફરયુક્ત ડુંગળીનો રસ વાળના વિકાસ કરે છે. એક કડાઈમાં કાળા તલ નાંખો અને તેને સારી રીતે શેકી ઠંડા કરીને તેને પીસીને ડુંગળીના રસમાં મિક્સ કરીને તમારા સ્કેલ્પ પર લગાવો અને 30 મિનિટ પછી વાળને હર્બલ શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.

લીમડાના પાન અને નાળિયેરનું તેલ લગાવો

આ માટે એક પેનમાં અડધો કપ નારિયેળ તેલ અને લીમડાના પાન નાખીને ઉકાળો.આ તેલથી ખોપરી ઉપરની ચામડી અને વાળમાં સારી રીતે માલિશ કરો.

વાંચતા રહો

આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા વાળનો વ્કાસ કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાચી જાગરણ વાંચતા રહો.

Kankoda Nu Shaak Recipe: કંટોલાનુ શાક ખાવાના ફાયદા