કંટોલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસાની ઋતુમાં આ શાકભાજી જોવા મળે છે.
સ્વસ્થ રહેવા માટે તંદુરસ્ત આહાર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર કંટોલાનું શાક શરીર માટે ફાયદાકારક છે.
આ શાકભાજીનું નિયમિત સેવન કરવાથી ગેસ્ટ્રિક કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
કંટોલાના શાકનું સેવન કરવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઈબરથી ભરપૂર આ શાકભાજી બ્લડ સુગર લેવલને ઘટાડી શકે છે.
કંટોલામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કંટોલામાં વિટામિન સી પૂરતી માત્રા હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
માહિતી ગમે તો લાઈક-શેરકરજો અને આવી સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.