આપણે ઘર અને રસોડાના કામને સરળ બનાવવા માટે ઘણી વસ્તુઓ અને ટિપ્સનો ઉપયોગ કરીએ છીએ.આજે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ઘણા ઘરેલું કાર્યોને સરળ બનાવવાની રીતો વિશે જાણીશું.
ઘણી વખત આપણે મટન ઘરે લાવીએ છીએ અને તેને ફ્રિજમાં રાખીએ છીએ,જેના કારણે તે ખૂબ જ સખત થઈ જાય છે.જેને બેકિંગ સોડાનો ઉપયોગથી નરમ બનાવી શકો છો.
તમે તમારા ગેસ સ્ટવને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.
ચણા,રાજમા જેવા કેટલીક કઠોળને ઉકાળવામાં ઘણો સમય લાગે છે.આ તકે બેકિંગના સોડાની મદદથી ઝડપથી રાંધી શકાય છે.
જો તમારા રસોડામાંથી અવારનવાર દૂરગંધ આવતી હોય તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો.
તમે બેકિંગ સોડા વડે સિંકની અંદરના ભાગને સાફ કરી શકો છો.
આ માટે શાકભાજીને ખાવાના સોડાના પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી રાખીને પછી શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
જો તમને ઈંડાં સોફ્ટ અને સ્પંજી ગમે છે તો આ માટે તમે 3 ઈંડામાં 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરી શકો છો.
આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ઘરના કામને સરળ બનાવી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.