માઈગ્રેનની સમસ્યા થશે દૂર, અપનાવો આ ઉપાયો


By Prince Solanki12, Jan 2024 10:56 AMgujaratijagran.com

માઈગ્રેન

થોડા ઘણા સમયથી માઈગ્રેનની સમસ્યા વધતી જઈ રહી છે. તેના કારણે માથામા ખૂબ જ દુખાવો થાય છે.

માઈગ્રેનથી છૂટકારો મેળવવો

માઈગ્રેનથી છૂટકારો કેવી રીતે મેળવવો એ એક મોટો સવાલ છે. જોકે માઈગ્રેનની સમસ્યામા રાહત મેળવવા તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.

આદુ

આર્યુવેદમા આદુને ઔષધિ તરીકે જોવામા આવે છે. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તમે આદુના નાના ટુકડા દાંતની નીચે દબાવીને ચૂસો.

તજ

માઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટે તજનો પેસ્ટ બનાવી લો. તજના બનાવેલા પેસ્ટને અળધા ક્લાક સુધી માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવાથી છૂટકારો મળે છે.

લવિંગ

માઈગ્રેનના દુખાવાને ઓછો કરવા માટે લવિંગ અસરદાર હોય છે. જો તમને માથાનો દુખાવો વધારે હેરાન કરે તો મીઠાની સાથે લવિંગના પાઉડરને દૂધમા નાખીને પીઓ.

ગોળ અને દૂધ

માઈગ્રેનના દુખાવાને દૂર કરવા માટે દૂધની સાથે ગોળનુ સેવન કરી શકો છો. આ માટે તમે ખાલી પેટ ગોળ ખાઈ શકો છો અને ત્યારબાદ તેના પર દૂધ પીઓ .

ઠંડો શેક કરો

બરફના ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓમા રાહત મળે છે. માઈગ્રેનના દુખાવામા રાહત મેળવવા માટે તમે બરફના ટુકડાને રુમાલમા લપેટીને થોડીવાર માટે માથા પર રાખો.

માથાની માલિશ કરવી

જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો માથાની માલિશ તમે કરી શકો છો. માથાની માલિશ કરવાથી દુખાવામા રાહત મળે છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

લસણને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાની રીતો