લસણનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થાય છે.તેની મદદથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે,આવી સ્થિતિમાં જો તમે લસણને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો,તો તમે આ ટિપ્સ ને અનુસરી શકો છો.
લસણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તે ઉગેલું ન હોવું જોઈએ,આ પછી તેમને બેગ અથવા કોઈપણ કન્ટેનરમાં પેક કરીને પ્રકાશથી દૂર રાખો.
જો તમારી પાસે ફોલેલું કે કટિંગ કરેલું લસણને સ્ટોર કરવા માંગો છો તો લસણને ઝિપલોક બેગમાં કે કોઈપણ એર ટાઈટ કન્ટેનર પેક કરીને ફ્રીજમાં રાખો,તેને તમે 2-3 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.
ખાસ ધ્યાન રાખવું કે એર ટાઈટ કન્ટેનરમાં કોઈ પણ પ્રકારનો ભેજ ન હોય ત્યાં ઓરડાના તાપમાનમાં લસણને સ્ટોર કરવું જોઈએ.જો ભેજ હશે તો લસણ ઝડપથી બગડી શકે છે.
લસણને બારીક સમારી લીધા પછી એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો અને તેમાં લસણને થોડું ફ્રાય કરો અને મીઠું નાખો. આ આરામથી 2-3 અઢવાડિયા સુધી ચાલશે.
મિક્સરમાં લસણ અને થોડું મીઠું નાખીને પીસી લો હવે તેમાં સરસવનું તેલ મિક્સ કરો અને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તમે તેને 1 મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
મીઠું અને તેલને બદલે તમે લસણની પેસ્ટમાં સફેદ વિનેગર પણ મિક્સ કરી શકો છો.આ પેસ્ટને કન્ટેનરમાં પેક કરીને ફ્રીજમાં સ્ટોર કરો.
લસણને એખ વર્ષ સુધી સ્ટોર કરવા માટે તેની પેસ્ટ બનાવો અને તેને નાના ટુકડામાં એક વાસણમાં રાખો એક દિવસ માટે સૂર્યપ્રકાશના સંપર્કમાં રાખ્યા પછી તે આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે તૈયાર થઈ જશે.
એકવાર આ ટિપ્સ અનુસરો,ટિપ્સ સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.