સામાન્ય રીતે આજના સમયમા વધુ વજન લોકોની સમસ્યા બનતી જઈ રહી છે, જ્યારે બીજી તરફ દૂબળાપણુ પણ ઘણા લોકોની સમસ્યા છે. વજન ન વધવાના કારણે લોકો ઘણી રીતે હેરાન થઈ શકે છે. તેના કારણે આત્મવિશ્વાસમા પણ ઘટાડો થઈ શકે છે.
ડો. સુગીતા મૂટરેજાના અનુસાર ઘણા લોકો દૂબળા પાતળા લોકોથી પણ હેરાન છે. એવામા કોઈ પણ પ્રકારના કેમિકલ વગર નેચરલ વસ્તુઓ ખાઈને પણ વજન વધારી શકાય છે.
પાતળા લોકોને નિયમિતપણે કેળા ખાવાની સલાહ આપવામા આવે છે, કેળા ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેમકે વિટામિન બી12, કેલ્શિયમ જે તમને એનર્જી આપે છે. વજન વધારવા માટે કેળાને દૂધ અને દહીં સાથે સેવન કરવાથી વજન વધે છે.
ડ્રાઈફૂટ્સમા બદામ, કિશમિશ, કાજૂ, અખરોટનુ સેવન કરી શકો છો. તેમા હેલ્ધી ફેટ અને પ્રોટીન હોય છે. આ ઉપરાંત તેમા વધારે માત્રામા કેલેરી પણ હોય છે. તેને ચાર ક્લાક પાણીમા પલાળીને ખાવાથી અથવા રાતના સમયે દૂધમા ઉકાળીને પીઓ. તેનાથી વજન વધારવામા મદદ મળશે.
મધ અને દૂધ બન્ને ભરપૂર માત્રામા હોય છે. રાતે સૂતા સમયે ગરમ દૂધમા 2 ચમચી મધ મિલાવીને પીવાથી તે વજન વધારવામા અને પાચનતંત્રને મજબૂત કરવામા મદદ કરે છે.
પાતળા લોકોને ફિટ રહેવા માટે રોજ યોગ અને કસરત કરવી જોઈએ. તેના સિવાય ભરપૂર માત્રામા ઊંઘ લેવી જોઈએ.
વજન વધારવા માટે તમારુ કોઈપણ મિલ સ્કિપ ના કરો. ભોજન જમતા જમવાનુ પણ સારી રીતે ચાવીને ખાઓ.
પાતળા લોકોને સોયાબીનનુ સેવન કરવુ જોઈએ. તેનાથી વજન વધારવામા મદદ મળે છે. તેમા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે. તેનાથી માંસપેશિઓના વિકાસમા મદદ મળે છે, જે વજન વધારવામા મદદ કરે છે.
ઈંડા કેલ્શિયમ, કેલેરી, હેલ્ધી ફેટ અને પ્રોટીનનો એક સારો સ્ત્રોત હોય છે. જે લોકો વજન વધારવા માંગે છે તેઓએ નિયમિત પણે ઈંડાનુ સેવન કરવુ જોઈએ.