ઓટમીલ સાથે મુઠ્ઠીભર મિક્સડ બેરી નાખીને આ બ્રેકફાસ્ટ ખૂબ ટેસ્ટી બને છે, આની ઉપર ફાઈન ચોપ કરેલા બદામના પણ નાખી શકો છો
કિવિ, દાડમના દાણા અને કેળા જેવા તાજા ફળોના ટુકડા સાથે ગ્રીક દહીંનું લેયર બનાવીને ખાઈ શકાય છે. એની ઉપર મધ રેડીને ગ્રાનોલાનો નાખીને સ્વાદમાં વધારો કરી શકો છો.
બેલ પેપર્સ, પાલક, ટામેટાં અને ડુંગળી જેવી શાક્ભાજી સાથે ઓમલેટ બનાવી શકો છો.
ક્વિનોઆ એ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. શાકભાજી અને ઇંડા સાથે આ એક પૌષ્ટિક ભોજન બને છે,
એવોકાડોમાં હેલ્ધી ફેટ અને સૅલ્મોનમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. આ નાસ્તામાં માં.ખાવા માટે એક સારો વિકલ્પ છે છે. હૃદયના સ્વાસ્થય માટે ઘણું સારું માનવામાં આવે છે
બદામના દૂધમાં ચિયા સીડ મિક્સ કરીને ચિયા સીડ પુડિંગ બનાવો અને તેને આખી રાત રહેવા દો. સવારે, તેના ઉપર કાપેલા ફળો, જેમ કે કેરી, કીવી અથવા નારંગી નાખીને એન્જોય કરો.
બદામના દૂધમાં ગિનોઆને રાંધો , તેને વધારે ટેસ્ટી બનાવા માટે સફરજનના ટુકડા, તજનો પાવડર ભભરાવો સાથે મધ પણ ઉમેરી શકો છો. આ ગરમ અને પૌષ્ટિક પોરીજમાં ફાઈબર, પ્રોટીન જેવા જરૂરી પોષકતત્વો હોય છે.
આવી જ રસપ્રદ, ટેસ્ટી અને પૌષ્ટિક રેસીપી માટે જોડાયેલા રહો ગુજરાતી.જાગરણ સાથે.