સવારે ખાલી પેટે ઘી ખાશો તો મળશે આ 7 ચમત્કારિક ફાયદા


By Smith Taral09, Jan 2024 04:53 PMgujaratijagran.com

ઘીનું સેવન કરવું છે સ્વાસ્થ્યદાયક

સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યના અનેક ફાયદા થાય છે. ચાલો જાણીએ, ખાલી પેટે ધી ખાવાના કેટલા અને કેવા ફાયદા છે.

હેલ્ધી ફેટ ધરાવે છે

માખણમાંથી બનાવવામાં આવતું ઘીમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ જેવાં હેલ્ધી ફેટ જોવા મળે છે. આ હેલ્ધી ફેટ હોર્મોનના ઉત્પાદન માટે અને એકંદર કોષ કાર્ય માટે ખૂબ જરૂરી છે.

પાચનને સુધારે છે

ઘી પેટના એસિડના ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે સારુ માનવામા આવે છે, જેમા રહેલા પોષક તત્વો પાચનમા મદદ કરી શકે છે.

મેટાબોલિઝમ સારું કરે છે

ઘીમાં રહેલા મીડિયમ-ચેઈન ફેટ મેટાબોલિઝમ માટે સારું માનવામાં આવે છે. આ તમારા વજનને નિયંત્રણમાં રાખે છે અને ઉર્જા સ્તરમાં વધારો કરે છે.

જરૂરી વિટામિન્સ પુરા પાડે છે.

ઘી એ A, E, અને D જેવા ફેટ સોલિયેબલ વિટામિન્સનો સારો સ્ત્રોત છે. આ વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, સ્કિન હેલ્થ સારી કરે છે, અને તમારા ઓવર ઓલ સ્વાસ્થ્યનેને સુરક્ષિત રાખે છે.

એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો

ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે એક શોર્ટ-ચેઈન ફેટી એસિડ છે જે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ધરાવે છે. આ શરીરમાં ઇન્ફ્લામેશન ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય સારું કરે છે

ઘીમાં રહેલી હેલધી ફેટ મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સવારે ઘીનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન કાર્યમાં એકાગ્રતા અને મેન્ટલ ક્લેરિટી રહે છે.

કોલેસ્ટરોલના સ્તરને સંતુલિત કરે છે

ઘીનો માપસરનો વપરાશ કોલેસ્ટેરોનના સ્તર પર હકારાત્મક અસર કરી શકે છે

જયા કિશોરીના આ શબ્દોમાં છુપાયેલો છે સફળતાનો મંત્ર! અનુસરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે