ડિપ્રેશનથી બહાર આવવા માટે કામ આવશે આ ટિપ્સ


By Hariom Sharma21, Jun 2023 06:58 PMgujaratijagran.com

ડિપ્રેશન

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે તણાવની સમસ્યા વધવા લાગી છે. આવો જાણીએ કઇ વાતોનું ધ્યાન રાખીને તમે ડિપ્રેશનથી બહરા આવી શકો છો.

કસરત કરો

કસરત કરવાથી શરીર સ્વસ્થ રહેશે, સાથે જ મગજમાં ચાલી રહેલી ચિંતાઓથી ધ્યાન હટશે.આ કારણથી કસરતને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઇએ.

મેડિટેશન જરૂરી

મેન્ટલ હેલ્ધ સુધારવા માટે મેડિટેશન જરૂર કરવું જોઇએ. આમા તમે ડિપ બ્રિધિંગ, મંત્રોનો ઉચ્ચારણ અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આ કરવાથી મનને શાંતિ મળશે.

હેલ્ધી ફૂડ ખાવ

ડિપ્રેશનને ઘટાડવા માટે હેલ્ધી ફૂડ ખાવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તણાને ઘટાડવા માટે ફેટી ફિશ, નટ્સ, માછલી, ઓલિવ ઓઇલ ખાઇ શકો છો.

ઊંઘ લો

જો તમે ડિપ્રેશનથી બહાર આવવું છે, તો ઊંઘ પર ધ્યાન જરૂર આપો. પર્યાપ્ત ઊંઘ લેવાથી મૂડ સારા કરવાવાળા હોર્મોનમાં વધારો થાય છે અને મેન્ટલ હેલ્થ પણ સુધરવા લાગે છે.

મ્યૂઝિક સાંભળો

કહેવાય છે કે સાંભળેલી વસ્તુની મગજ પર સીધી અસર થાય છે. ડિપ્રેશનને ઘટાડવા માટે મ્યૂઝિક સાંભળવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.

હોબીને ફોલો કરો

ડિપ્રેશનથી બહાર આવવા માટે હોબીને ફોલો કરો. બુક વાંચવી, ડાયરી લખો, ગેમ્સ રમવા જેવા કામ કરવાથી તમે તણાવની અવસ્થામાંથી પોતાને બચાવી શકો છો.

ફિલ્મ જોવો

તમારી ગમતી ફિલ્મો જોવી જોઇએ. આનાથી મન શાંત થશે અને તમે અંદરથી સારું અનુભવ કરશો. આ દરેક ઉપાયને કરવાથી તમને જરૂર મદદ મળશે.

ભૂજંગાસન કરવાના ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો