એડીજ એજિપ્ટી એટલે કે ડેન્ગ્યૂના મચ્છર જમા થયેલા પાણીમાં પ્રજનન કરે છે. આથી તમારા ઘરની આસપાસ ક્યારે પણ પણ પાણી જમા ના થવા દો. પાણીના કુંડા, નકામા યાટર અને ડોલ વગેરેમાં પાણી જમા થયું હોય, તો તેને સાફ કરો.
સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો. આ સાથે જ નેટ મજબૂત હોય અને તે તમારા શરીરને પૂરી રીતે કવર કરે તેનું ધ્યાન રાખો.
બહાર જતી વખતે ખાસ કરીને સવાર અને સાંજના સમયે મચ્છરો ના કરડે તે માટે લાંબી બાયના શર્ટ અને પેન્ટ તેમજ મોજા પહેરો.
મચ્છરોને તમારા ઘરમાં પ્રવેશતા રોકવા માટે દરવાજા અને બારીઓ પર મચ્છર જાળી અથવા પડદા લગાવો.
તમારી આસપાસ સ્વચ્છતા જાળવી રાખો. ખાસ કરીને કુંડામાં પાણી જમા ના થાય, તેનું ધ્યાન રાખો, કારણ કે આવા કુંડા મચ્છરોને આકર્ષિત કરે છે. જેથી ડેન્ગ્યુ થવાનો ખતરો વધી જાય છે.
ફૂલ-છોડમાં વધારે પાણી નાંખવાથી તે જમા થઈ જાય છે, જ્યાં મચ્છરો પેદા થાય છે. આથી જરૂરિયાત જણાય, ત્યારે જ છોડને પાણી આપો.
જો તમે તાવ, માથામાં દુખાવો અને સાંધામાં દુખાવાથી પરેશાન હોવ, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે ડેન્ગ્યૂના લક્ષણ હોઈ શકે છે.