માત્ર ફેસ પેક તરીકે જ નહીં, આ રીતે પણ ચંદનનો ઉપયોગ કરશો તો ચહેરાનો નિખાર વધશે


By Smith Taral02, May 2024 05:21 PMgujaratijagran.com

ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી સૌદર્ય નિખારવા માટે કરવામાં આવે છે. ચંદનની પ્રકૃતી ઠંડી હોવાથી તેને ત્વચા માટે સારું માનવામાં આવે છે. આજકાલ ઘણા સ્કિન કેર પ્રોડક્ટ્સમાં પણ ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. આના ઉપયોગથી સ્કિન ગ્લોઈંગ બને છે. આવો જાણીએ ચંદનના બીજા અનેક ફાયદા

પિમ્પલ્સથી ઓછા કરે છે

ચંદનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે તમારી ત્વચાના પિમ્પલ્સને જ નહીં પરંતુ ડાઘના નિશાન પણ ઘટાડે છે.

સ્ક્રબ તૈયાર કરો

ચંદનની સ્ક્રબ પણ તૈયાર કરી શકાય છે. સ્ક્રબ બનાવવા માટે ઓટમીલ અથવા ખાંડ સાથે ચંદન પાવડર મિક્સ કરો, તેમાં મધ અને નારિયેળ તેલ જેવા મોઇશ્ચરાઇઝિંગ પણ ઉમેરી શકાય છે. આનાથી ડેડ સેલ્સ દૂર થાય છે, ચહેરા પર નવો ગ્લો આવે છે

ટોનર

ચંદન પાવડર અથવા ચંદનનું તેલમાં ગુલાબજળ સાથે મિક્સ કરીને ટોનર તૈયાર કરી તેને ચહેરા પર લગાવો. આનાથી ચહેરા પરનું વધારાનું તેલ નીકળી જાય છે.

મોઈશ્ચરાઈઝર બનાવો

ચંદનના પાવડરમાં તેલના થોડા ટીપાં મિક્સ કરીને તેનું મોઈશ્ચરાઈઝર બનાવો, દરરોજ તમારા ચહેરા પર આ મોઇશ્ચરાઇઝર લગાવો.

How To Store Ginger: રેફ્રિજરેટરમાં રાખવા છતા સુકાઈ જાય છે આદુ ? આ રીતે સ્ટોર કરો અઠવાડિયા સુધી બગડશે નહીં