How To Store Ginger: રેફ્રિજરેટરમાં રાખવા છતા સુકાઈ જાય છે આદુ ? આ રીતે સ્ટોર કર


By Smith Taral02, May 2024 04:48 PMgujaratijagran.com

આદુનો ઉપયોગ આપણે જમવા બનાવવામાં ઘણી વાર કરીએ છીએ, આનાથી ભોજનનો સ્વાદ તો વધે છે સાથે તેને પાચન માટે પણ ઘણું સારુ માનવામા આવે છે. પરંતુ આદૂને સ્ટોર કરવામા કેટલીક સમસ્યા થાય છે, ક્યારેક ફ્રિજમાં રાખવા છતા પણ તે સુકાઈ જાય છે. આ સ્ટોરીમાં આપણે આદુને સ્ટોર કરવાની કેટલીક ટ્રીક વિશે જોઈશું

પ્લાસ્ટિકની થેલી

આદુને પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ન રાખો. આમ કરવાથી તે ઝડપથી બગડી જાય છે. આન ન કરી આદુને ટીશ્યુથી સાફ કરી તેને કોટનના કપડામાં લપેટી લો.

નાના ટુકડા કરી લો

આદુના ભાવ જ્યારે નીચે જાય ત્યારે આપણે વધારે પ્રમાણમાં આદુ ખરીદી લેતા હોઈએ છે, અને ધીરે ધીરે તે ખરાબ થવા લાગે છે. આના ઉપાય માટે તમે આદૂના નાના ટુકડા કરી લો, અને તેને વિનેગરમાં રાખો

આદુની પેસ્ટ

આદુની પેસ્ટ બનાવીને પણ તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ સરળતાથી રેફ્રિજરેટરમાં એક મહિના સુધી રહે છે.

તડકામાં સૂકવી દો

લાંબા સમય સુધી આદૂને સ્ટોર કરવા માટે તેને તડકામાં સૂકવી દો. સુકાઈ ગયા પછી તેનો પાવડર બનાવીને સ્ટોર કરો.

ઝિપ લોક બેગ

આદુને ઝિપ લોક બેગમાં રાખીને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી ફ્રેશ રાખી શકાય છે

How To Store Clothes: તમારા મોંઘા કપડાને આ રીતે સ્ટોર કરો, ડ્રાય ક્લીનીંગ કરાવાની જરૂર નહી પડે