Watermelon Side Effects: આ લોકો માટે હાનિકારક નીવડી શકે છે તરબૂચ


By Sanket M Parekh14, Mar 2025 04:07 PMgujaratijagran.com

ઉનાળામાં વધારે ખવાતું ફળ

ઉનાળામાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો ઠંડક માટે સૌથી વધુ તરબૂચ ખાતા હોય છે. આ સિઝનમાં તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને પણ અઢળક ફાયદા થાય છે. જો કે કેટલાક લોકો તરબૂચ ખાય તો તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

તરબૂચ ખાવાના નુકસાન

એવી અનેક સમસ્યાઓ છે, જેમાં તરબૂચ ખાવાથી તે વકરી શકે છે. તો ચાલો જાણીએ કેવા લોકોએ તરબૂચ ખાવાથી બચવું જોઈએ.

પોષક તત્વો

તરબૂચની તાસિર ઠંડી હોય છે. આ સાથે જ તરબૂચમાં વિટામિન C, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને 90 ટકા જેટલું પાણી હોય છે.

ગળામાં ખરાશ

જો તમને પણ ગળામાં ખરાંશ રહેતી હોય, તો આવી સ્થિતિમાં તમારે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં તરબૂચ ખાવાથી તમારી સમસ્યા વકરી શકે છે.

અસ્થમાના દર્દી

અસ્થમાના દર્દીઓએ પણ તરબૂચ માપમાં જ ખાવું જોઈએ, કારણ કે વધુ પડતું તરબૂચ ખાવાથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

તાવ આવે તો

જો તમને તાવ આવી રહ્યો હોય, તો આવી સ્થિતિમાં પણ તમારે તરબૂચ ના ખાવું જોઈએ. હકીકતમાં તરબૂચની તાસીર ઠંડી હોય છે.

શરદી-ઉધરસ

શરદી-ઉધરસ થઈ હોય, તો પણ તરબૂચ ના ખાવા જોઈએ. તરબૂચની ઠંડી તાસીર હોવાના કારણે શરદી-ઉધરસની સમસ્યા વધવાની સંભાવના રહે છે.

Skipping Rope: સવારે ખાલી પેટ દોરડા કૂદવાથી શું થાય?