વહેલી સવારે ખાલી પેટ દોરડા કૂદવા એક ઉત્તમ કાર્ડિયો એક્સરસાઈઝ છે, જેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. દોરડા કૂદવાની એક્સરસાઈઝ વજન ઉતારવાથી માંડીને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે.
આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, દરરોજ સવારે ખાલી પેટ દોરડા કૂદવાથી શરીરને શું ફાયદા થઈ શકે છે. આ સાથે જ કેટલી વાર સુધી દોરડા કૂદવા જોઈએ અને કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ખાલી પેટ દોરડા કૂદવાથી શરીરમાં જમા ફેટ ફટાફટ બર્ન થવા માંડે છે. જેના પરિણામે મેટાબૉલિઝમ ઝડપી બને છે અને વજન પણ સડસડાટ ઉતરવા લાગે છે.
સવારે ઉઠતાની સાથે જ દોરડા કૂદવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેના પરિણામે હાર્ટ હેલ્ધી રહે છે અને આ સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
દોરડા કૂદવાની એક્સરસાઈઝથી હાથ, પગ અને પેટની માંસપેશીઓ મજબૂત બને છે. આ સાથે જ હાડકાં પણ મજબૂત બને છે.જેના પરિણામે ઑસ્ટિયોપોરોસિસનો ખતરો ટળે છે.
સવારે દોરડા કૂદવાથી શરીરમાં વધુ ઑક્સિજન જાય છે. જેના પરિણામે ફ્રેશનેસ અને એનર્જી જળવાઈ રહે છે. જેથી આખો દિવસ આપ એનર્જેટિક રહો છો.
સ્કિપિંગ રૉપની એક્સરસાઈઝ ડાઈઝેશન સુધારવામાં મદદરૂપ થાય છે અને પેટ સબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. દોરડા કૂદવાથી કબજિયાત અને એસિડિટી જેવી તકલીફ ઓછી થાય છે.