Independence Day 2024: 78મા સ્વતંત્રતા દિન પર દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મો જુઓ


By Vanraj Dabhi14, Aug 2024 03:13 PMgujaratijagran.com

દેશભક્તિની ફિલ્મો

આ વખતે દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તડામાર તૈયારી થઈ રહી છે. આ પળને વધુ ખાસ બનાવવા માટે તમે આ 7 દેશભક્તિની ફિલ્મો નિહાળી શકો છો.

ક્રાંતિ

ક્રાંતિ એ ભારતીય સિનેમાની ક્લાસિક મૂવી છે, જેમાં મનોજ કુમારે અભિનેતા અને દિગ્દર્શકની ભૂમિકા ભજવી હતી.

ભગત સિંહની દંતકથા

ભગત સિંહની બાયોપિક પર આધારિત ફિલ્મ ધ લિજેન્ડ ઑફ ભગત સિંહમાં અજય દેવગણે શાનદાર અભિનય કર્યો છે.

મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ

મંગલ પાંડેના જીવન પર આધારિત આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ છે. જેમાં મંગલ પાંડેએ અંગ્રેજોથી ભારતને આઝાદ કરાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

ધ ગાઝી એટેક

આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર શૂટ કરવામાં આવી છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ 15 કરોડ રૂપિયામાં બની હતી અને 20 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

મણિકર્ણિકા: ઝાંસીની રાણી

દેશને આઝાદ કરવામાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓએ પણ સમાન ફાળો આપ્યો છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર આધારિત છે.

બોર્ડર

ઓલ ટાઈમ ઈન્ડિયન સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી ફિલ્મ બોર્ડર, તમે ગમે તેટલી જોશો તો પણ તમને સંતોષ જ નહીં થાય. 10 કરોડમાં બનેલી ફિલ્મની કમાણી 65 કરોડ રૂપિયા હતી.

કેસરી

અક્ષય કુમારની દેશભક્તિ પર આધારિત ફિલ્મ કેસરી 2019માં રિલીઝ થઈ હતી. 80 કરોડમાં બનેલી આ ફિલ્મે 207 કરોડની કમાણી કરી હતી.

વાંચતા રહો

મનોરંજન સંબંધિત આવા તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્ત્રી 2 ના પ્રમોશન માટે શ્રદ્ધા કપૂર 48,000 રૂપિયાના સિક્વિન અજરખ બ્લાઉઝ કેરી કર્યો, જૂવો તસવીરો