ઘણા લોકોને આદત હોય છે કે, જમીને ત્યાં બેઠા બેઠા વાસણમાં જ હાથ ધોઈ લે છે. પરંતુ ક્યાંકને ક્યાંક તેની અસર જીવન પર જોવા મળે છે. તો ચાલો જાણીએ જમીને વાસણમાં હાથ ધોવાથી શું થાય છે?
કેટલાક લોકો જમ્યા પછી ત્યાં જ હાથ ધોઈ લે છે. પરંતુ આવું કરવાથી અન્નનું અપમાન થાય છે.
જો તમે જમ્યા પછી વાસણમાં જ હાથ ધોઈ લો છો તો તે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘર પર કૃપા વરસાવતા નથી.
ભોજન કર્યા પછી વાસણમાં હાથ ધોવાથી જીવનમાં આર્થિક સંકટ આવે છે.
ભોજન કર્યા પછી વાસણોમાં હાથ ધોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો થાય છે.
ભોજન કર્યા પછી વાસણોમાં હાથ ધોવાથી ઘરમાં પૈસાનો ખર્ચ વધે છે અને તેના કારણે ઘરમાં પૈસા રહેતા નથી.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.