અમદાવાદના 10 લોકપ્રિય અને લાજવાબ સ્ટ્રીટ ફૂડને તમારે જરૂર ટ્રાય કરવા જોઈએ


By Smith Taral11, Sep 2024 02:59 PMgujaratijagran.com

જરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ તેની સંસ્કૃતિ, ઈતિહાસ માટે તો જાણીતું છે જ સાથે તેનું સ્ટ્રીટ ફૂડ પણ ખૂબ લોકપ્રિય છે. અહીં મળતા વિવિધ મજેદાર અને ટેસ્ટી નાસ્તા મોંઢામાં પાણી લાવે તેવા છે ચાલો, અમદાવાદના 10 સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વિશે જાણીએ

ખમણ ઢોકળા

નરમ, સ્પંજી અને હળવા ખમણ ઢોકળા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. તેનો મીઠો અને મસાલેદાર સ્વાદ અને હળવી હરી ચટણી સાથે અદભૂત લાગે છે.

ફાફડા-જલેબી

ફાફડા અને જલેબીનો મીઠો-સોલ્ટી કોમ્બીનેશને ખુબજ ટેસ્ટી લાગે છે, ફાફડાની મસાલેદાર ટેસ્ટ અને જલેબીની મીઠી ક્રિસ્પી ટેક્સચર તેને બાકી ડીશ કરતા અલગ બનાવે છે

સેવ ખમાણી

ખમણ ઢોકળામાંથી બનાવાતો આ નાસ્તો, સેવ અને હળવા મસાલા સાથે પીરસવામાં આવે છે. ખમણીના નરમ અને મસાલેદાર સ્વાદને સેવની ક્રિસ્પીનેસ અને ઉપર લીંબુનો રસ ઉમેરી એન્જોય કરી શકો છો.

ખાંડવી

ચણાની દાળ અને દહીંમાંથી બનેલો નરમ રોલ, મસાલા અને તડકા સાથેનો આ નાસ્તો મજાની નરમ ટેક્સચર સાથે સ્વાદિષ્ટ લાગે છે.

ચોરાફળી

આ પાતળા અને કરકરા ફાફડા જેવો નાસ્તો ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે આવે છે. ચોરાફળીની સોલ્ટી અને મસાલેદાર સ્વાદ માણવાની મજા જ અલગ છે

દાબેલી

કચ્છનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ, પાવમાં મસાલાવાળી સ્ટફીંંગ, નટસ અને ચટણીથી ભરેલો આ નાશ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે

ખાખરા

પાતળા અને કરકરા ઘઉંમાંથી બનાવવામાં આવતા ખાખરા ઘણા બઘા ફ્લેવર્સમાં મળે છે. આની ઉપર ઘી અને મસાલો લગાવીને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે

રાત્રે પણ બ્રશ કરવું કેમ જરૂરી છે?