જો બાળકમાં આ 7 સંકેતો જોવા મળે, તો તમારું બાળક ગેરમાર્ગે જઈ રહ્યું છે, જાણી લો


By Vanraj Dabhi31, Oct 2023 10:42 AMgujaratijagran.com

બાળકો બગડતા પહેલા જોવા મળે છે આ 7 સંકેતો

બાળકોની કેર કરવી એ માતાપિતા માટે કોઈ પડકારથી ઓછું નથી. બાળકોને શિક્ષણ આપવાની સાથે તેનો સારો ઉછેર કરવો પણ જરૂરી છે પરંતુ કેટલીક ભૂલો કે ખરાબ સંગતના કારણે બાળકો બગડવા લાગે છે. આ પાછળ માતાપિતા જવાબદાર હોય છે. તેથી આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું જેની મદદથી તમને ખબર પડશે કે બાળક ખોટા રસ્તે જઈ રહ્યું છે.

જીદ્દી બાળકો

જો તમે બાળકોને કોઈ કામ કરવાની મનાઈ કરો છો તો પણ તે કરે છે, તો તમારે સમજવું જોઈએ કે તમારું બાળક ગેરમાર્ગે જઈ રહ્યું છે.

કોઈ વાતની 'ના' ન સાંભળે

બાળક ગેરમાર્ગે જઈ રહ્યું હોવાનો બીજો સંકેત એ છે કે તેઓ કોઈ પણ વાત પર 'ના' સાંભળવા તૈયાર નથી. તેમને લાગે છે કે તે જે જોઈએ છે તે તરત જ મળવું જોઈએ.

કામ કરવાની ના પાડે

જો તમે બાળકોને કોઈ કામ કરવાનું કહો છો અને તે

ખુશ ન થાય

જો તમે તમારા બાળક માટે બધું કરો છો તેમ છતા તે ખુશ ન થાય, તો સમજો કે તમારું બાળક બગાડી રહ્યું છે.

કોઈ પણ પ્રયોસ કર્યા છતા નાખુશ રહે

ઘણી વખત માતા-પિતા તેમના બાળકોને તેમની ક્ષમતા કરતાં વધુ વસ્તુઓ આપો છો તેમ છતા તે ખુશ ન હોય તો તે ગેરમાર્ગે જઈ રહ્યું છે.

અશ્લીલ ભાષા

જો તમારું બાળક રોજેરોજ અભદ્ર અથવા ગંદી ભાષા બોલે છે અથવા કોઈ તમે કઈ કહો તેનું તરત ખોટું લાગે છે, તો સમજો કે તે ખરાબ સંગતમાં છે.

લડાઈ-ઝગડો કરે

જો તમારું બાળક બધા સાથે ઝગડો કરે છે તો તે તેના બગાડની નિશાની પણ હોઈ શકે છે. તેથી માતાપિતાની જવાબદારી છે કે તેને આ ખરાબ આદત છોડાવે.

વાંચતા રહો

જો તમને પણ તમારા બાળકમાં આ સંકેતો જોવા મળી રહ્યા છે તો સમજી લો કે તે ગેરમાર્ગે જઈ રહ્યું છે, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Relationship Tips: પાર્ટનરને આ ટોપ 5 વાતો ક્યારેય ન કહો