પ્રેમમાં સંબધ ભરોસા પર ટકેલો હોય છે. રીલેશનશીપને મજબૂત બનાઈ રાખવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે.
દરેકનાં જીવનમાં કંઈક ને કંઈક રહસ્ય હોય છે. લગભગ બધા જ કપલ પોતાના પાર્ટનર સાથે બધી જ વાતો શેર કરતા હોય છે. જો કે હમેંશા આવું કરવું સારી વાત નથી.
રીલેશનશીપમાં અમુક વાતો પોતાના સુધી જ સિમિત રાખવી જ હિતાવહ છે. ચલો જાણીએ એવી કંઈ કંઈ વાતો છે જે તમારે પાર્ટનરને જણાવવી ન જોઈએ.
જો તમારી લવ લાઈફ સારી ચાલી રહી છે તો તમારા ભૂતકાળમાં રહેલા સંબધો કે પ્રેમી અંગેનો ઉલ્લેખ તમારા વર્તમાન પાર્ટનર સાથે ક્યારેય ન કરો. મજાકમાં પણ ભૂતકાળમાં રહેલા સંબધો કે પ્રેમી અંગેનો ઉલ્લેખ તમારા પાર્ટનરને દુ:ખ પહોંચાડી શકે છે.
એ વાત ખાસ યાદ રાખવી જરુરી છે કે કોઈ પણ વ્યકિત સંપૂર્ણ હોતુ નથી. આ વાત તમારા પાર્ટનરના કેસમાં પણ લાગુ પડે છે. જેથી જરુરી છે કે તમે ક્યારેય તમારા પાર્ટનરની નિંદા ન કરો
કેટલાક લોકો પોતાના ભૂતકાળ રહેલી રીલેશનશીપ માંથી બહાર આવી શકતા નથી.એટલું જ નહીં કેટલાક લોકો જાણતા અજાણતામાં પોતાનાં ભૂતકાળનાં પાર્ટનરની પ્રશંસા પત્ની સામે કરી દેતા હોય છે. જે તમારા સંબધો માટે બિલકુલ પણ યોગ્ય નથી.
કેટલાક લોકો પોતાના પાર્ટનર માટે મિત્રની ખોટી સલાહનો ઉલ્લેખ કરી દેતા હોય છે. આવુ કરવાથી પણ તમારા સંબધોની ડોળ પર કાતર ફેરવાઈ શકે છે.