કિડની આપણા શરીરમાં જમા ટોક્સિન્સને બહાર નીકાળવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એવામાં જો તમારી કિડનીમાં કોઈ પ્રકારની સમસ્યા થાય, તો પેશાબમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
જો તમારા પેશાબના રંગમાં ફેરફાર જણાય કે લોહી પડે, તો ઈન્ફેક્શન અને પથરી જેવી બીમારીનો સંકેત હોઈ શકે છે.
પેશાબનો રંગ સામાન્ય રીતે પીળાશ પડતો હોય છે, પરંતુ જો તેનો રંગ ગાઢ પીળો હોય, તો તે શરીરમાં ટોક્સિન્સ જમા થવાનો સંકેત હોઈ શકે છે.
જો ઓછું પાણી પીવા છતાં તમારે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, તો તે કિડનીમાં સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
જો પેશાબ કરતી વખતે તમને તીવ્ર દુર્ગંધ આવે કે પેશાબમાં ફીણ વળતું દેખાય, તો તે પણ નબળી કિડનીનો સંકેત હોઈ શકે છે.
જો તમને પેશાબ કરતી વખતે ઉપરોક્ત સમસ્યા જણાય, તો તે તમારી કિડની ડેમેજ થવાનો સંકેત હોઈ શકે છે.આથી આવા લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ના કરવા જોઈએ અને તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.