વર્તમાન સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર અનેક પ્રકારના સંકેતો આપે છે. જેને ઈગ્નોર કરવાની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
ઘણા લોકોને હૃદયરોગના હુમલા પહેલા અચાનક ધુંધળુ દેખાવા લાગે છે. આવું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવાના કારણે થાય છે.
જો તમારી આંખોનો સફેદ ભાગ પીળો થઈ રહ્યો હોય, તો તે કોલેસ્ટ્રોલ હાઈ થવાનો સંકેત હોઈ શકે છે. કોલેસ્ટ્રોલમાં વધારો હાર્ટ માટે હાનિકારક છે.
જો તમારી આંખો નીચે સોજો આવે, તો તે હૃદય સંબંધિત સમસ્યાની નિશાની હોઈ શકે છે. આથી આ સંકેતને અવગણવો ના જોઈએ.
આંખોમાં અચાનક તીવ્ર દુખાવો અથવા ખેંચાણ બ્લડ પ્રેશરમાં વધારો અને હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો હોઈ શકે છે.
ઘણી વખત હાર્ટ એટેક આવે તે પહેલાં લોકોની આંખો વારંવાર ફરકવા લાગતી હોય છે. જે હૃદય સંબંધિત સમસ્યા સૂચવે છે.
જો તમને ઉપરોક્ત પૈકી કોઈપણ લક્ષણો લાંબા સમય સુધી અનુભવાતા હોય, તો તેને સાધારણ સમજવાની ભૂલ કર્યાં વિના તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.