એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, પ્રોટીન જેવા ગુણોથી ભરપૂર ઈલાયચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેનું ગરમ પાણી સાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે.
તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે.
તેમાં રહેલા ગુણ મોઢાના બેક્ટેરિયાને નાશ કરવાનું કામ કરે છે. ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
એલચીને ગરમ પાણી સાથે સેવન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.
ગરમ પાણી સાથે એલચીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર એલચી શરીરમાં સોડિયમનું સ્તર જાળવી રાખવાનું કામ કરે છે.તેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
એલચીનું ગરમ પાણી સાથે સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ રેટ સુધરે છે.જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એલચીને ગરમ પાણી સાથે લેવાથી તમે આ ફાયદા મેળવી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.