પપૈયું ખાધા પછી લોકો તેની છાલ ફેંકી દે છે. પરંતુ પપૈયાની છાલમાં અનેક પ્રકારના ગુણ હોય છે.સ્કિન કેર સહિત ઘણા ઘરેલું કાર્યોને સરળ બનાવે છે,ચાલો જાણીએ.
પપૈયું ખાવું ખૂબ જ ફાયદાકારક છે,એટલું જ તેની છાલમાં ગુણોથી ભરપૂર છે.તેની છાલનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.
પપૈયાની છાલમાંથી પણ ફેસ માસ્ક બનાવી શકાય છે.છાલને પીસીને તેમાં દૂધ અને એક ચપટી હળદર ઉમેરો.
પપૈયાની છાલનો ઉપયોગ છોડના વિકાસ માટે પણ કરી શકાય છે.તમારા ઘરે છોડના ઉછેર માટે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
પપૈયાની છાલમાંથી નહાવા માટેનો કુદરતી સાબુ પણ તૈયાર કરી શકાય છે.તેમાં હાજર વિટામિન A ત્વચા માટે ફાયદાકારક છે.
સાબુ બનાવવા માટે પપૈયાની છાલને પીસીને પાવડર કરી તેમાં ગ્લિસરીન,નારિયેળ તેલ અને સાબુ ઓગાળીને મિક્સ કરો.
પપૈયાની છાલમાંથી ચા પણ બનાવી શકાય છે.તે પાચન માટે સારી છે.
પપૈયાની છાલ વાળના વિકાસ માટે ફાયદાકરાક છે.આ ઉપરાંત તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.તેની છાલને પીસીને દહીં મિક્સ કરીને વાળમાં લગાવો.
તમે આ રીતે પપૈયાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.