તમે રીંગણ ભરથું તો ખાધું જ હશે,પણ શું તમે ક્યારેય બેંગન ફ્રાય ખાધું છે,તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
રીંગણ,ચણાનો લોટ,લીલા ધાણા,લીલા મરચા,લસણ-આદુની પેસ્ટ,હિંગ,ધાણાજીરું પાવડર,હળદર,આમચૂરણ પાવડર,લાલ મરચું પાવડર,મીઠું સ્વાદ મુજબ.
સૌપ્રથમ રીંગણને ધોઈ લો અને તેને સ્લાઈસ જેવા પાતળા અને ગોળ આકારમાં કાપી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ,મસાલો,મીઠું,હળદર,લીલા ધાણા અને લીલા મરચાં અને પછી પાણી ઉમેરીને બેટર બનાવો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને રીંગણના સ્લાઈસને ચણાના લોટના બેટરમાં બોળી લો.
હવે બધી સ્લાઈસને ચણાના લોટમાં લપેટી લો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લો.
રીંગણ ફ્રાય તૈયાર છે. તમે તેને ભાત અને દાળ સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
તમે રીંગણ ફ્રાય પણ બનાવી શકો છો.રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.