બીમારીથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ સંતુલિત આહારનું સેવન કરવું જોઇએ. આનાથી બાળકના માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે. આ સિવાય અખરોટનું સેવન રોજ કરવું જોઇએ.
અખરોટ ખાવાથી ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બનશે. આમાં જરૂરી પોષકતત્ત્વ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડેન્ટના ગુણ રહેલા છે. ઓમેગા-3 ફેટી એસિડથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
ગર્ભવતી મહિલાઓએ સ્નેક્સમાં અખરોટનો સમાવેશ જરૂર કરવો જોઇએ. અખરોટ હૃદય માટે ફાયદાકારક હોય છે. ખરાબ ખાનપાનથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આ કારણથી ગર્ભાવસ્થામાં અખરોટ જરૂર ખાવા.
અખરોટામાં ગુણકારી કોપર ભરપૂર માત્રામાં હોય છે. આનાથી બાળકોને શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે. આ કારણથી ગર્ભાવસ્થામાં મહિલાઓએ અખરોટ જરૂર ખાવા જોઇએ.
અખરોટ, બદામ અને અન્ય સૂકા માવાનું સેવન કરવાથી મગજની યાદશક્તિ વધે છે. સાથે જ ગર્ભમાં રહેલાં બાળકના માનસિક વિકાસ સારી રીતે થાય છે.