નિયમિત ચાલવા માત્રથી પણ વજન ઘટી શકે છે, જાણીને તમને કદાચ નવાઈ લાગશે. જો કે આ એક હકીકત છે, માત્ર ટહેલવાથી પણ તમે તમારું વજન ઉતારી શકો છો.
વજન ઘટાડવા માટે લોકો જિમમાં જઈને પરસેવો પાડવા સાથે ડાયટને ફૉલો કરતાં હોય છે. આમ છતાં તેમનું વજન જોઈએ તેટલું ઉતરતું નથી.
જો તમે શરીરનું વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે દિવસમાં ઓછામાં ઓછા 10 હજાર સ્ટેપ્સ ચાલવું જ જોઈએ.
જો તમે વજન ઉતારવાની આ રીતને ફૉલો કરવાનું વિચારી રહ્યાં હોવ, તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. એકસાથે જ 10 હજાર સ્ટેપ્સ ક્યારેય પુરા ના કરશો. આ ટાર્ગેટને દિવસમાં ધીમે-ધીમે પુરો કરો.
ચાલવા માત્રથી વજન ઉતરે, તે વાત સાચી,પરંતુ યોગ્ય સમયે ચાલવું જોઈએ. વજન ઉતારવા માટે દરરોજ સવાર-સાંજ ચાલવું જોઈએ
વજન ઘટવું તમારી ચાલવાની સ્પીડ પર નિર્ભર કરે છે. જો તમે ઝડપથી ચાલતા હોવ, તો તેનાથી તમારી કેલેરી ઝડપથી બર્ન થાય છે. આમ ઝડપથી ચાલવાથી વધારે ફાયદો થાય છે.
દરરોજ આટલા સ્ટેપ્સ ચાલવા સાથે જ ફિજિકલ એક્ટિવિટી અને ડાયટ પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ. આ માટે બને ત્યાં સુધી ઓછી કેલેરીવાળા ફૂડ્સનું સેવન કરવાનું રાખો.