ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આ સિઝનમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સિઝનમાં આપણને હંમેશા એવી વસ્તુઓ જ ખાવા-પીવાની સલાહ આપવામાં આવે છે, જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે. જે પૈકી છાશ પણ એક છે.
આપણામાંથી મોટાભાગના લોકો ગરમીમાં છાશ તો પીતા જ હોય છે. જેમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા અનેક જરૂરી પોષક તત્વો મળી આવે છે. જો કે કેટલાક લોકોએ છાશ પીવાનું ટાળવું જોઈએ.
છાશની તાસીર ઠંડી હોય છે. આથી શરદી-ઉધરસ અને તાવ આવતો હોય, ત્યારે છાશ પીવાનું ટાળવું જોઈએ. આમ છતાં જો તમે છાશ પીવો, તો કફની સમસ્યા વધી શકે છે.
જો આપને એક્ઝીમાની સમસ્યા હોય, તો તમારે છાશ પીવાનું ટાળવું જોઈએ. આમ છતાં જો તમને છાશ પીવો, તો તકલીફ અચાનક વધી શકે છે. છાશમાં રહેલ એસિડ આ સમસ્યા વધારી શકે છે.
જો તમે લેક્ટોજ ઈન્ટોલરન્સની સમસ્યાથી પરેશાન હોવ, તો તમારે છાશ પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં દૂધથી બનેલી છાશ લેક્ટોજ ઈન્ટોલરન્સના દર્દીને પચતી નથી.
હાર્ટ સબંધિત સમસ્યા હોય, તો પીડિત વ્યક્તિએ ભૂલથી પણ છાશ ના પીવી જોઈએ. છાશમાં રહેલ સેચ્યૂરેટેડ ફેટનું પ્રમાણ કોલેસ્ટ્રોલ લેવલને વધારી શકે છે.
જે લોકોને છાશની એલર્જી હોય અને પીવા માત્રથી છીંક આવવાની સમસ્યા હોય, તો તે તમારી છાતીમાં કફની સમસ્યા વધારી શકે છે. આથી એલર્જી હોય તો છાશ પીવાનું ટાળવું જોઈએ.