વ્રતના ઉપવાસમાં ઘણા લોકોને અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે,તમને પણ વ્રતમાં કઈક અલગ ખાવાનું મન થાય તો તમે ઘરે રાજગરાની પુરી બનાવવાની શકો છો,નોંધી લો રેસીપી.
રાજગરાનો લોટ,બટાકું,મીઠું,લીલું મરચું,કોથમરી,આદુ,કોથમરી,તેલ,મરી પાવડર,શેકેલા જીરુંનો પાવડર.
સૌ પ્રથમ એક કાથરોટમાં એક વાટકો રાજગરાનો ફરાળી લોટ લઈને તેમાં બાફેલા બટાકાને ખમણીને ઉમેરો.
હવે તેમાં મરી પાવડર,શેકેલા જીરુનો પાવડર,રોક મીઠું ઉમેરો.
હવે એક મિક્સરજારમાં લીલું મરચું,મીઠા લીમડાના પાન,કોથમરી,આદુ નાખીને તેની પેસ્ટ બનાવી આ લોટમાં ઉમેરો.
હવે તેમાં તેલ અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો,છેલ્લે તેલ ઉમેરી લોટ કૂણીને તૈયાર કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલ લાટમાંથી નાની નાની પુરી વણીને ગરમ કરેલ તેલમાં નાખીને પુરી તળી લો.
આપણી ફરાળી રાજગરાની ક્રિસ્પી પુરી તૈયાર છે. તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.