Farali Handvo: ઉપવાસ માટે ઘરે ટ્રાય કરો ફરાળી હાંડવોની રેસીપી


By Vanraj Dabhi18, Jun 2024 12:55 PMgujaratijagran.com

ફરાળી હાંડવો

હાંડવો દરેક લોકોને પસંદ હોય છે ત્યારે વ્રતના ઉપવાસમાં તમને હાંડવા ખાવાનું મન હોય તો તમે ઘરે ટ્રાય કરી શકો છો,નોંધી લો આ રેસીપી.

સામગ્રી

સામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,દૂધી,ઈનો,ફ્રુટ સોલ્ટ,ખાંડ,લવિંગ,તજ,કાળા મરી પાઉડર,તેલ,શેકેલી મગફળીનો ભુકો,કોથમીર,જીરું,તલ,મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં સાબુદાણા,સામો,દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

You may also like

Constipation Issue: કબજિયાતથી રાહત મેળવવા ખાઓ આ 5 દેશી ભોજન, તમને જલ્દી મળશે રાહ

Dudhi Chana Dal Recipe: દૂધી દાળનુ શાક, જોઈને ખાવાનું મન થાશે, નોંધી લો રેસિપી

સ્ટેપ-3

હવે તેમાં દૂધીનું છીણ,શેકેલ જીરું,તજ-લવિગ-મરીનો પાવડર,ખાંડ,સીંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરો.

સ્ટેપ-4

હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,તલ અને મીઠો લીમડો સાંતળી હાંડવાનું બેટર રેડીને સારી રીતે પકાવો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી હાંડવો તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Dhokla: ઉપવાસ માટે પોચા ફરાળી ખાટ્ટા ઢોકળાની રેસીપી નોંધી લો