વ્રતના ઉપવાસમાં દરેક લોકો અલગ-અલગ રેસીપી ટ્રાય કરતા હોય છે,તમે ઉપવાસમાં પોચા ખાટ્ટા ઢોકળા ઘરે ટ્રાય કરી શકો છો,નોંધી લો આ રસળ રેસીપી.
સામો,સાબુદાણા,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,દહીં,ઈનો,ફ્રુટ સોલ્ટ,તેલ,ખાંડ,જીરું,તલ,મીઠો લીમડો,લીલા મરચા,કોથમીર.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને દરદરું પીસી લો.
હવે એક બાઉલમાં સાબુદાણા,સામાનો પાઉડર,સિંધાળું મીઠું, દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડુ થોડું પાણી ઉમેરીને બેટર બનાવીને ઢાંકીને 10 મિનીટ સેટ થવા દો.
હવે તેમાં ફ્રૂટ સોલ્ટ કે બેકિંગ સોડા,પાણી ઉમેરીને મિક્સ કરી એક થાળીમાં તેલ લગાવીને બેટર રેડો અને તેની ઉપર લાલ મરચું પાઉડર,મરીનો પાઉડર છાંટીને ફુલ ગેસ પર ગરમ પાણીની વરાળમાં પકાવી લો.
હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો,તલનો વઘાર તૈયાર કરીને ઢોકળા પર ગાર્નિશ કરો.
તૈયાર છે ફરાળી ખાટ્ટા ઢોકળા તમે છરી વડે ટુકડા કરી ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.