સાબુદાણાની ખીચડી ઉપવાસ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણીવાર તે પરફેક્ટ નહીં બનવાથી તેનો સ્વાદ બગડી જાય છે, તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
ઘી,મગફળી,જીરું,લીલાં મરચાં,આદું,ટામેટાં,બાફેલા બટેટા,રોક મીઠું,કાળા મરીનો પાવડર,સીંગદાણાનો ભુકો,બારીક સમારેલી કોથમીર,ખાંડ,લીંબુનો રસ.
સૌ પ્રથમ સાબુદાણાને 3 થી 4 વાર પાણીથી સારી રીતે ધોઈ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખો.
હવે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં મગફળીના દાણા ઉમેરીને તળી લો.
હવે એ જ પેનમાં જીરું,લીલાં મરચાં,આદુ અને થોડાં લીમડાના પાન,સમારેલા ટામેટા ઉમેરીને બરાબર ફ્રાય કરી લો.
હવે તેમાં બાફેલા બટેટા,પલાળેલા સાબુદાણા,રોક મીઠું,કાળા મરીનો પાઉડર, મગફળીનો ભુકો,તળેલી મગફળી અને બારીક સમારેલી કોથમીર,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે તેને પ્લેટમાં કાઢીને દાડમના દાણાથી ગાર્નિશ કરીને તમારી ટેસ્ટી સાબુદાણા ખીચડી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.