Farali Recipe: ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી ભજીયા,નોંધી લો રેસીપી


By Vanraj Dabhi18, Jun 2024 10:28 AMgujaratijagran.com

ફરાળી ભજીયા

ભજીયા તો દરેક લોકોએ ખાધા જ હશે પરંતુ તમે ફરાળી ભજીયા નહીં ટ્રાય કર્યા હોય,ચાલો જાણીએ ફરાળી ભજીયાની પરફેક્ટ રેસીપી.

સામગ્રી

બટાકા,કોથમીર,લીલા મરચા,આદુ,મીઠું,ખાંડ,લીંબુનો રસ,રાજગીરાનો લોટ,સામાનો લોટ,તલ,સુકાયેલું નાળિયેર,સીંગદાણા,દહીં,મરચું,તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકાને ધોઈ તેની છાલ ઉતારીને ખમણી વડે છીણ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં બટાકાનું છીણ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી,કોપરાનું ખમણ,તલ,શેકેલા જીરાનો પાઉડર,મરી પાઉડર,સામાનો લોટ,રાજગરાનો લોટ,મગફળીનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.

You may also like

Garlic Potato Recipe: આ રીતે ટ્રાય કરો કાઠિયાવાડી સ્ટાઈલ લસણીયા બટાકાનું શાક, ઢા

કાકડી અને મધ મિક્સ કરીને બનાવો હેર પેક, વાળને મળશે આ 8 ફાયદા

સ્ટેપ-3

હવે તેમાં મીઠું,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને બેટર બનાવી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ક્રિસ્પી ભજીયા તળી લો.

સર્વ કરો

તૈયાર છે બટાકાના ફરાળી ભજીયા તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sweet Laddo Recipe: ચોખાના લોટના લાડુ બનાવવાની રેસીપી