તમે લાડવાની વિવિધ રેસીપી ટ્રાય કરી હશે પરંતુ ક્યારેય ચોખાના લોટમાંથી સ્વાદિષ્ટ લાડુ નહીં બનાવ્યા હોય,આવો જાણીએ તેની રેસીપી.
ચોખાનો લોટ,દૂધ પાવડર,ઘી,એલચી પાવડર,ખાંડ,કાજુ,બદામ,પિસ્તા.
સૌથી પ્રથમ ચોખાનો લોટ બનાવીને એક બાઉલમાં કાઢી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચોખાનો લોટ ઉમેરીને શેકી પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સને ઘીમાં શેકી લો અને લોટના મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ ઓગળીને એલચી પાવડર નાખીને મિક્સ કરી લો.
હવે આ ચાસણની ચોખાના લોટના મિશ્રણમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી પછી આ મિશ્રણમાંથી લાડુ બનાવીને તમે શર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.