બરફી તો તમે ઘણી પ્રકારની ખાધી હશે,પરંતુ શું તમે ક્યારેય બનાના બરફી ટ્રાય કરી છે, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
પાકા કેળા,ઘી,કાજુ,ખાંડ,ઈલાયચી પાવડર,લાલ ફૂડ કલર.
સૌ પ્રથમ પાકેલા કેળાની છાલ કાઢી તેના ટુકડા કરીને બ્લેન્ડરમાં નાખીને પ્યુરી બનાવી લો.
હવે ગેસ પર એક પેનમાં 2 ચમચી ઘી ઓગળી પછી તેમાં કાજુ ઉમેરીને ઘી માં શેકી લો.
હવે એ જ પેનમાં કેળાની તૈયાર કરેલી પેસ્ટ, 1 ચમચી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને પકાવો.
હવે એક પેનમાં ખાંડ ઉમેરીને ખાંડ બરાબર ઓગળીને તેમાં 1 ચમચી ઘી,1/4 ચમચી એલચી પાવડર,2-3 ટીપા રેડ ફૂડ કલર નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં શેકેલા કાજુ ઉમેરીને બરાબર મિક્ષ કરી ગ્રીસ કરેલા ટીનમાં બરફી કાઢી લો અને તેને ચમચી વડે સારી રીતે ફેલાવો.
હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થાય પછી તેના ટુકડા કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.