કપુરીયા દરેક લોકોને ખાવા ગમે છે પરંતુ તે ઘણીવાર ઘરે પરફેક્ટ રીતે બનતા નથી,ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
ચોખા,તુવેર દાળ,ચણા દાળ,કપુરિયાનો લોટ,સૂકા નારિયેળના ટુકડા,મગફળી,તુવેર દાણા,ધાણા બીજ,સફેદ તલ,હિંગ,હળદર,મીઠું,જરૂર મુજબ પાણી,તેલ,દહીં,આદુ અને લીલા મરચાની પેસ્ટ,જીરું,પાપડ ખારો,ખાંડ,કોથમીર.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,આદુ-લીલા મરચાંની પેસ્ટ,મગફળીનો ભૂકો અને લીલી તુવેર દાણાનો ભૂકો ઉમેરીને થોડીવાર સાંતળો.
હવે તેમાં પાણી ઉમેરો અને તેને બરાબર ઉકાળો અને પછી તેમાં હળદર,મીઠું,દહીં,ખાંડ અને સમારેલી કોથમીર ઉમેરો.
હવે ધીમે ધીમે કપુરીયાનો લોટ ઉમેરીને વેલણ વડે મિક્સ કરતા જઈને પકાવો.
હવે આ મિશ્રણને પ્લેટમાં કાઢીને ઠંડુ કરો.પછી લોટનો થોડો ભાગ લઈ ગોળ આકારનો બોલ બનાવીને સ્ટીમરમાં પાણી ગરમ કરીને તેમાં કપુરિયા બોલ મૂકો.
હવે કપુરિયાને મધ્યમ તાપ પર 15-20 મિનિટ સુધી વરાળમાં પકાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,સફેદ તલ,હિંગ,અથાણાંનો મસાલો,અને અને કપુરિયાના ટુકડા નાખીને મિક્સ કરી લો.
હવે તમે તેને તેલ અને કોથમીર ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.