દરેક ગુજરાતીઓની મનપસંદ રેસીપી એટલે લસણીયા સેન્ડવીચ ઢોકળા તમે આ રેસીપી ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો નાંધી લો આ સરળ રેસીપી.
સોજી,દહીં,ઈનો,ફ્રુટ સોલ્ટ,પાણી,સ્વાદ માટે મીઠું,ખાંડ,તેલ,લસણની કળી,મરચું પાવડર,રાઈ,તલ,મીઠા લીમડાના પાન,જીરું,હીંગ,કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં,મીઠું,ખાંડ વગેરે સામગ્રી મિક્સ કરીને બેટર તૈયાર કરો.
તૈયાર થયેલ બેટરને બે વાટકામાં ભરી લો અને એક થાળીમાં તેલ ગ્રીસ કરી એક વાટકીમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી મિક્સ કરીને બેટરને થાળીમાં રેડીને સ્ટીમ કરો.
હવે લસણની કળીઓ ખાંડીને ચટણી પેસ્ટને ઘટ્ટ બેટર જેવુ કરી સ્ટીમ કરેલ પહેલા લેયર પર રેડીને ફેલાવી ઢાંકણ બંધ કરીને ફરી સ્ટીમ કરો.
હવે તેના પર બીજા વાટકાનું બેટર રેડીને સ્ટીમ કરી બહાર કાઢીને ચપ્પુની મદદથી ચોરસ કટિંગ કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ અને મીઠા લીમડાના પાન એડ કરીને વઘાર તૈયાર કરીને ઢોકળા પર રેડી દો.
આપણા લસણીયા સેન્ડવીચ ઢોકળા તૈયાર છે, હવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.