બટાકા વડાએ મુંબઈની ફેમસ રેસીપી છે,ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગમાં પણ આ રેસીપ બનાવવામાં આવે છે,તો આજે આપણે બનાવીશું બટાટા વડાની પરફેક્ટ રેસીપી.
ચણાનો લોટ,ચોખાનો લોટ,કોથમીર,બટાકા,તેલ,મીઠો લીમડો,રાઈ-જીરું,સૂકા લાલ મરચા,તલ,હળદર પાવડર,હીંગ,લસણ-આદુની પેસ્ટ,કાળું મીઠું,લાલ મરચું પાવડર,ચાટ મસાલો,ગરમ મસાલો,આમચૂરણ પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું,લીલા મરચાનો ભૂકો.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણા અને ચોખાનો લોટ,હળદર,મીઠું,અજમો,કોથમરી અને થોડુ પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
હવે એક પેનમાં થોડુ તેલ ગરમ કરી રાઈ-જીરું આખા મરચાના ટુકડા,મીઠો લીમડો,આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાતળી લો.
હવે તેમાં હળદર,મીઠું-મરચું અને ગરમ મસાલો વગેરે ઉમેરીને પછી સમારેલા બટાટા ઉમેરીને મેશ કરી લો.
હવે તેમાં આમચૂરણ પાવડર અને બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરીને મિશ્રણમાંથી નાના નાના બોલ(આલૂ વડા) બનાવો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલા આલૂ વડાને બેટરમાં ડૂબાડીને ઉકળતા તેલમાં તળી લો.
તૈયાર છે આપણા બટાટા વડા તમે તેને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.