રાજગરાના લોટમાંથી ફરાળી પુરી બનાવવાની રીત


By Vanraj Dabhi08, Mar 2024 02:48 PMgujaratijagran.com

રાજગરાની પુરી રેસીપી

વ્રતના ઉપવાસ દરમિયાન ઘણા લોકોને નવી રેસીપી ખાવાનું મન થતુ હોય છે,ત્યારે આજે અમે તેમને રાજગરાની પુરી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

રાજગરાનો લોટ,બટાકું,મીઠું,લીલું મરચું,કોથમરી,આદુ,કોથમરી,તેલ,મરી પાવડર,શેકેલા જીરુંનો પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કાથરોટમાં એક વાટકો રાજગરાનો ફરાળી લોટ લઈને તેમાં બાફેલા બટાકાને ખમણીને ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં મરી પાવડર,શેકેલા જીરુનો પાવડર,રોક મીઠું ઉમેરો.

સ્ટેપ- 3

હવે એક મિક્સરજારમાં લીલું મરચું,મીઠા લીમડાના પાન,કોથમરી,આદુ નાખીને તેની પેસ્ટ બનાવી આ લોટમાં ઉમેરો.

સ્ટેપ- 4

હવે તેમાં તેલ અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો,છેલ્લે તેલ ઉમેરી લોટ કૂણીને તૈયાર કરી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલ લાટમાંથી નાની નાની પુરી વણીને ગરમ કરેલ તેલમાં નાખીને પુરી તળી લો.

સર્વ કરો

આપણી ફરાળી રાજગરાની ક્રિસ્પી પુરી તૈયાર છે. તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાની રીત