ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi08, Mar 2024 02:26 PMgujaratijagran.com

મોરૈયાની ખીચડી

વ્રત કે ઉપવાસ કરવાનું આવે એટલે ગૃહિણીઓને મોરૌયો યાદ આવે. મોરૈયાની ખીચડી ખાવાની મજાજ અલગ છે. આજે અમે તમને મોરૈયાની ખીચડી બનાવવી રીત જણાવીશું.

સામગ્રી

મોરૈયો,બટાકું,ઘી,જીરું,લાલ સુકુ મરચું,શીંગદાણા,મીઠું,તજ-લવિંગનો ભૂકો,દહીં.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મોરૈયો લઈને પાણીથી ધોઈ અને 5 મિનિટ માટે પલાળી દો અને એક બટાકું ખમણી લો.

સ્ટેપ- 2

હવે એક કુકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરુ,મીઠા લીમડાના પાન,સુકુ લાલ મરચા,શીંગદાણા ઉમેરી સાતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ,ખમણેલું બટાકું,રોક મીઠું ઉમેરી મિક્સ કરીને 3 મિનિટ સુધી સાતળી લો.

સ્ટેપ- 4

હવે તેમાં તજ-લવિંગનો પાવડર અને મોરૈયાને પાણીમાંથી કાઢીને ઉમેરો. હવે 2 મિનિટ મિક્સ કરીને પકાવો.

સ્ટેપ- 5

પછી તેમા થોડું પાણી અને થોડું દહીં ઉમેરીને કૂકરનું ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર 4 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી ફરાળી મોરૈયાની ખીચડી,તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં અહીં બેસ્ટ ફાસ્ટ ફૂડ મળે છે