Khatta Dhokla: ખાટ્ટા અને પોચા ફરાળી ઢોકળાની યુનિક રેસીપી


By Vanraj Dabhi16, Sep 2024 02:20 PMgujaratijagran.com

ફરાળી ખાટ્ટા ઢોકળા

ઉપવાસમાં દરેક લોકોને અલગ-અલગ રેસીપી પસંદ હોય છે, તમે પોચા ફરાળી ખાટ્ટા ઢોકળા ટ્રાય કરી શકો છો, નોંધી રેસીપી.

સામગ્રી

સામો, સાબુદાણા, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, દહીં, ઈનો, ફ્રુટ સોલ્ટ, તેલ, ખાંડ, જીરું, તલ, મીઠો લીમડો, લીલા મરચા, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને દરદરું પીસી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં સાબુદાણા,સામાનો પાઉડર,સિંધાળું મીઠું, દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડુ થોડું પાણી ઉમેરીને બેટર બનાવીને ઢાંકીને 10 મિનીટ સેટ થવા દો.

સ્ટેપ-4

હવે તેમાં ફ્રૂટ સોલ્ટ કે બેકિંગ સોડા,પાણી ઉમેરીને મિક્સ કરી એક થાળીમાં તેલ લગાવીને બેટર રેડો અને તેની ઉપર લાલ મરચું પાઉડર,મરીનો પાઉડર છાંટીને ફુલ ગેસ પર ગરમ પાણીની વરાળમાં પકાવી લો.

સ્ટેપ-5

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં જીરું,મીઠો લીમડો,તલનો વઘાર તૈયાર કરીને ઢોકળા પર ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી ખાટ્ટા ઢોકળા તમે છરી વડે ટુકડા કરી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Punjabi Kulcha: પંજાબી કુલચા બનાવવાની યુનિક રેસીપી