છોલે શાકની સાથે ભટુરે કે બ્રેડની જગ્યાએ પંજાબી કુલચા પણ ટ્રાય કરી શકો છો, ચાલો જાણીએ ઢાબા સ્ટાઈલ કુલચાની યુનિક રેસીપી.
મેંદાનો લોટ, દહીં, ડુંગળી, લીલા મરચાં, કોથમરી, આદું, જીરું, હિંગ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું, તેલ, પાણી.
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, દહીં, બેકિંગ સોડા, મીઠું, તેલ, પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, ઝીણા સમારેલ ડુંગળી, લીલા મરચાં, આદુ નાખીને સાંતળો.
હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે લોટના લૂઆ બનાવીને કુલચા વણી પર થોડા કાળા તલ અને કોથમીરના પાન ગાર્નિશ કરીને તેને ફરીથી વણી લો.
હવે એક તવા ગરમ કરી કુલચાને મૂકીને બંને બાજુ ફુલચા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
હવે કુલચા ઉપર થોડું બટર લગાવીને ગરમા ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.