Makhana Ladoo Recipe: મખાનાના લાડુ બનાવવાની રેસીપી


By Vanraj Dabhi14, Sep 2024 04:19 PMgujaratijagran.com

મખાનાના લાડુ

ચણાના લાડું તો દરેક લોકોએ ખાધા જ હશે, આજે અમે મખાનાના લાડુની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

મખાના,ગોંદ,લોટ, દેશી ઘી,કાજુ, ચિરોંજી,બદામ, સૂકી બદામ, સૂકું નાળિયેર, કિસમિસ, ખસખસ, એલચી પાઉડર, ગોળ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક કઢાઈમાં દેશી ઘી નાખીને ગરમ કરી તેમાં લોટ શેકીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-2

હવે પેનમાં થોડું વધુ ઘી ઉમેરીને તેમાં ગુંદ, મખાના, કાજુ, બદામ, ખસખસ અને ચિરોંજીને એક પછી એકને તળીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે સૂકા નારિયેળ, સૂકી ખજૂર, ગોળને છીણી અને બધી વસ્તુઓને એકસાથે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં એલચી પાઉડર ઉમેરીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તમામ સામગ્રી મિક્સ થઈજ જાય એટલે લાડું વાળી લો.

સર્વ કરો

તૈયાર છે મખાનાના લાડુંની રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં કેળાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ