ચોમાસામાં કેળાને લાંબો સમય સુધી ફ્રેશ રાખવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ


By Vanraj Dabhi14, Sep 2024 12:49 PMgujaratijagran.com

કેળા

કેળા એક એવું ફળ છે જે બારેમાસ માર્કેટમાં મળી રહે છે, તે ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે, પરંતુ તે લાંબો સમય ફ્રેશ રહેતા નથી, ચાલો સ્ટોર કરવાની યોગ્ય રીત જાણીએ.

અલગ-અલગ સ્ટોર કરો

કેળાને બીજા ફળો સાથે ક્યારેય રાખવા ન જોઈએ, કેળાને બીજા ફળોથી અલગ રાખો.

ઠંડી જગ્યાએ રાખો

કેળાને રૂમના તાપમાનમાં ન રખો તેને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવા જોઈએ.

એલ્યુમિનિયમના વરખમાં લપેટીને રાખો

કેળાને વરખમાં લપેટી રાખવાથી કેળાને ભેજ અને હવાથી રક્ષણ આપે છે. જેના કારણે કેળા મોડા પાકે છે.

દાંડીને પ્લાસ્ટિકથી કવર કરો

કેળાની દાંડલીને કવર કરીને રાખવી, કારણ કે તે કેળાને ઝડપથી બગડે છે.

પાકેલા કેળા અલગ રાખો

જો પાકેલા કેળા લીધા હોય તો તેને અલગ રાખવા, કારણ કે તે બીજા કેળાને પણ ઝડપથી પકાવી નાખે છે.

કેળાને ફ્રીઝમાં ન રાખો

કેળાને ફ્રીઝમાં સ્ટોર ન કરવા જોઈએ, આમ કરવાથી તેની છાલ કાળી પડી જાય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભોજનમાં વધારાનું મીઠું ઓછું કરવાની અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ અત્યારે જ જાણી લો