ઘણી વખત રસોઈ બનાવતી વખતે દાળ કે શાકમાં મીઠું વધારે પડી જવાને કારણે તે ખારું થઈ જાય છે, તેને ઠીક કરવાની કેટલીક સરળ રીતો આજે અમે તમને જણાવીશું.
રસોઈ કરતી વખતે દાળ કે શાકમાં મીઠું વધી જાય તો તમે બટેકાના ટુકડા કરીને દાળ કે શાકમાં નાખી શકો છો, જે તમારા દાળ કે શાકમાંથી મીઠું ઓછુ કરી શકે છે.
તમારા ભોજનમાં મીઠું વધારે થઈ ગયું હોય તો તમે લીંબુનો રસ નાખીને તેને ઠીક કરી શકો છો.
જો તમારા શાકમાં પણ મીઠું વધારે પડી જવાથી શાક ખારું થઈ ગયુ હોય, તો તમે તેમાં દહીં નાખી ઠીક કરી શકો છો.
દેશી ઘી પણ તમારા શાક કે દાળમાં વધારાના નમકને ઓછુ કરવામાં મદદ કરે છે.
તમે ભોજનમાંથી વધારાનું મીઠું ઓછું કરવા માટે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
ભોજનમાં વધારાનું મીઠું ઓછું કરવા માટે તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.