પાણી પુરી તો દરેક લોકોએ ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે તમને દહીં પુરી બનાવવાની યુનિક રેસીપી.
દહીં, ખાંડ, બટાકા, સંચળ, ધાણાજીરું, લાલ મરચું, કોથમરી, ડુંગળી, ચણા, લસણ, ધાણા, મરચા, આમલી, કોથમરી, સેવ.
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં, દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે બાફેલા બટાકાની છાલ ઉતારી છુંદો કરી તેમા સંચળ પાવડર, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો.
હવે તેમા સમારેલી ડુંગળી, કોથમરી, બાફેલા ચણા, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો.
હવે પાણી પૂરીની પુરી ઉપરથી તોડી તોડી તેમાં બકાટાનો મલાસો ભરો.
હવે તેમા લસણની ચટણી, લીલી ધાણા-મરચાની ચટણી, આમલીની ચટણી અને તેની પર દહીં નાખો.
હવે દહીં પુરી ઉપર સંચળ પાવડર, સેવ, ડુંગળી, લાલ મરચું પાવડર અને કોથમરી ગાર્નિશ કરો.
તૈયાર છે દહીં પુરી, તમે હળવા નાસ્તામાં સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.