મુસાફરી દરમિયાન થાય છે ઉલ્ટી? અપનાવો આ ઘરેલુ ઉપાય


By Hariom Sharma18, Jul 2023 10:00 AMgujaratijagran.com

મુસાફરી વખતે પાચન ક્રિયા ધીમી પડી જાય છે. ટ્રાવેલ સમયે આંખ અને કાન મગજને એક સાથે ઘણા બધા સિગ્નલ મોકલે છે, જેના કારણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કન્ફયૂજ થવા લાગે છે, અને ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યા થાય છે. આવો જાણીએ તેનાથી છુટાકારો મેળવવા માટેના ઘરેલું ઉપાય વિશે.

લીંબુ પાણી

એક બોટલમાં પાણીમાં લીંબુનો રસ, મધ અને મીંઠુ મિક્સ કરો. આ મિશ્રણને મુસાફરી દરમિયાન પીવાથી પાચન સારું રહે છે અને ઉલ્ટી, ઉબકા આવવાની સંભાવના ઘટે છે.

તુલસીના પાંદડા

મુસાફરી સમયે તુલસીના પાંદડા ચાવો. તુલસીના પત્તામાં રહેલા ઓષધીય તત્ત્વો તમને ટ્રાવેલિંગ સમયે થતી ઉલ્ટીની સમસ્યામાં રાહત અપાવી શકે છે.

જીરાનું પાણી

મુસાફરી દરમિયાન અને સફરમાં જીરાના પાણીનું સેવન કરો. એક ગ્લાસ પાણીમાં જીરું એડ કરો આખી રાત પલાળીને સેવારે તેનું સેવન કરો. આ મુસાફરી દરમિયાન પાચન સુધારે છે અને ઉલ્ટીની સમસ્યાને દૂર કરે છે.

આદુ અને મધ

મુસાફરી પહેલા આદુના ટુકડાને મધમાં મિક્સ કરો અને તેને ચાવો. આ પાચનને સુધારે છે અને મુસાફરી દરમિયાન થતી ઉલ્ટી-ઉબકાની સમસ્યામાં રાહત અપાવે છે.

લવિંગ અને તુલસીના પત્તા

મુસાફરી દરમિયાન ઉલ્ટની સમસ્યાથી બચવા માટે શેકેલા લવિંગનું સેવન કરો અને તુલસીના પત્તાને ચાવતા રહો. આ સફર દરમિયાન થલી ઉલ્ટી અને ગભરામણની સમસ્યાથી બચાવી શકે છે.

લીંબુ અને ફુદીનાનું પાણી

સફર દરમિયાન લીંબુની સાથે ફુદીનાનું પાણી પીવાથી મોશન સિકનેસની સમસ્યા દૂર થાય છે. આ મિશ્રણ સફર દરમિયાન પાચનને સારું રાખે છે, જેનાથી ઉલ્ટીની સંભાવાના ઘટે છે.

ખાલી પેટ મુસાફરી ના કરો

મુસાફરી કરતાં પહેલા હળવો ખોરાક જરૂર ખાવ. સફર દરમિયાન ખાલી પેટના કારણે ઉલ્ટી અને ચક્કર આવવાની સંભવાના વધી જાય છે.

ઘીવાળી રોટલી ખાવાથી મળે છે આ 7 ફાયદા